પૂ. વિશ્વકર્મા દાદાના વંશજ એવા આપણે સૌ મેવાડા બંધુઓ, કલા – કૌશલ્ય અને કારીગરીના કસબી છીએ. ઇશ્વરદત્ત ક્ષમતાઓથી આપણે જે જે વ્યવસાયમાં હોઇએ ત્યાં મુઠીભર કે એકલપંડે હોવા છતાં આગવી ઓળખ ઉભી કરી શકીએ છીએ. આવા ક્ષમતાવાન વ્યક્તિઓ કે સમાજ, સંગઠિત થાય તો હજુ વધુ પ્રગતિ સાધી શકે તે નિઃશંક બાબત છે. ટેકનોલોજીના જમાનામાં વિશ્વ સાંકળુ બન્યુ છે ત્યારે મનની સંકળાશને ત્યજીને, આવો આપણે સૌ વિશ્વકર્મા વંશજો એક થઇએ અને વિકાસની નવી દિશાઓ ખોલીએ.
આવા શુભ આશય અને સંકલ્પનાઓથી શ્રી કાળીદાસ રેવાશંકર મિસ્ત્રી (શ્રી વિશ્વકર્મા મેવાડા) છાત્રાલય, અમદાવાદના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના મંડળની સ્થાપના તા. ૧૮-૭-૨૦૧૦ ને રવિવારના રોજ જાણીતા કટાર લેખક, તબીબ ડો. શરદ ઠાકરની ઉપસ્થિતિમાં થઈ. શ્રી વિશ્વકર્મા મેવાડા ભૂતપૂર્વ વિદ્યાર્થી મંડળની સ્થાપનામાં, વિશ્વકર્મા મેવાડા છાત્રાલય ટ્રસ્ટના પ્રમુખશ્રી, મંત્રીશ્રી, ટ્રસ્ટીઓ અને કારોબારી સભ્યોનુ પીઠબળ અને કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અથાગ મહેનતનો સિંહફાળો રહ્યો છે.
તા. ૧૮-૭-૨૦૧૦ ના રોજ મળેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની સામાન્ય સભામાં આપણું બંધારણ, કારોબારી સમિતિ, સભ્યપદ, કાર્ય પધ્દાતિ, વહીવટી બાબતો, ભાવિ યોજનાઓ વગેરે નક્કી કરેલ છે.
|