Home >
Student Facilities

 

છાત્રાલયમાં છાત્રોને મળતી સગવડો


૧. મેવાડા સુથાર જ્ઞાતિના વિદ્યાર્થીઓને અતિ રાહત દરે (વાર્ષિક રુ. ૫૦૦/-) રહેવાની સગવડ
૨. છાત્રાલયના પુસ્તકાલયમાંથી અભ્યાસનાં પુસ્તકો પણ આપવામાં આવે છે.
૩. વિદ્યાર્થીઓને ભોજનમાં રોજના રુ.૧૫/- લેખે રાહત આપવામાં આવે છે.
૪. દરેક રુમમાં વિદ્યાર્થીઓને જરુરી ફર્નિચર, લાઇટ, પંખો વગેરે વિનામૂલ્યે સગવડ આપવામાં આવેલ છે.
૫. શિયાળામાં સ્નાન માટે ગરમ પાણીની વ્યવસ્થા આપવામાં આવે છે.
૬. રમત-ગમતના સાધનો તથા રંગીન ટેલીવીઝન સેટની સગવડ કરવામાં આવેલ છે.
૭. છાત્રોમાં વિવિધ હરિફાઇઓ અને યોગ્ય છાત્રોને ઇનામથી નવાજવામાં આવે છે.
૯. શ્રી વિશ્વકર્મા જ્યંતિની ઉજવણી કરવામાં આવે છે તેમજ તે દિવસે વિદ્યાર્થીઓ દ્રારા  તૈયાર કરાવેલ  જલસીકર અંક વિમોચન કરવામાં આવે છે જેનાથી એમની લેખનકળાનો વિકાસ થાય છે.
૧૦.  આ ઉપરાંત વર્ષમાં એકવાર ટૂંકો પ્રવાસ યોજવામાં આવે છે જેમાં ટ્રસ્ટ તરફથી રાહત આપવામાં આવે છે.

જ્ઞાતિના બાળકોને શિક્ષણમાં પ્રોત્સાહન મળે તે માટે દર વર્ષે ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની પરીક્ષામાં આપણા સમાજના જે બાળકો ઉત્તિર્ણ થયા હોય તેમાંથી પ્રવાહદીઠ પ્રથમ  ત્રણ ક્રમે આવનાર બાળકોને ઈનામથી નવાજવામાં આવે છે.

આ ઉપરાંત સમગ્ર મેવાડા સુથાર સમાજમાંથી કોઇપણ વ્યક્તિએ અમૂક ક્ષેત્રે જેવા કે વેપાર, શિક્ષણ, સંશોધન, નોકરી વગેરે ક્ષેત્રે સમાજને ગૌરવ અપાવે તેવી સિધ્ધિ મેળવેલ હોય અને છાત્રાલય ટ્રસ્ટને તેની જાણ થાય તો તેવી વ્યક્તિનુ પણ સન્માન કરવામાં આવે છે.

 
કન્યા છાત્રાલય અંગે

 

 

 

 

 
 
 
 
Boarding life is a crucial part in student’s Life as we are leaving apart from home.  Vishwakarama Mewada Hostel is such a good place where in all required facilities of student’s life are met at par with home – not allowing students any home sleekness. It has a good living culture, food facility and library facility.

– Mahesh S. Mistry (Vagosana)